શિષ્યવૃત્તિ અંગેની માહિતી
જે વિધાર્થી વર્ષ 2023 માં લેવાયેલ ધોરણ-12 ની પરીક્ષા પ્રથમ પ્રયતને પાસ કરેલ હોય અને ધોરણ 12 માં 80 કે તેથી વધુ PR તથા પિતાની વાર્ષિક આવક 4.00 લાખ કરતાં ઓછી હોય તેવા વિધાર્થી NSP શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ ભરી શકે તેમાં ફોર્મ ભર્યા પછી મેરીટમાં સમાવેશ થાય તો સ્કોલરશીપ મળવા પાત્ર છે.જે વર્ષે રૂપિયા 12000/- મળે છે.
આ યોજનાના ફોર્મ કોલેજ દ્રારા ભરી આપવામાં આવે છે. તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ નીચે આપેલ છે.
જે વિધાર્થી વર્ષ 2023 માં લેવાયેલ ધોરણ-12 ની પરીક્ષા પ્રથમ પ્રયતને પાસ કરેલ હોય અને ધોરણ 12 માં 80 કે તેથી વધુ PR હોય તથા પિતાની વાર્ષિક આવક 6.00 લાખ કરતાં ઓછી હોય તેવા વિધાર્થી MYSY શિષ્યવૃત્તિ યોજનામાં ફોર્મ ભરી શકે છે. તેમાં ફોર્મ ભરનાર દરેક વિધાર્થીને વાર્ષિક 5000 રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે.
આ યોજનાના ફોર્મ કોલેજ દ્રારા ભરી આપવામાં આવે છે. તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ નીચે આપેલ છે.
જે વિધાર્થી ધોરણ-12 પાસ કરેલ હોય અને ર્પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવે અને જેમના પિતાની વાર્ષિક આવક 2.50 લાખ કરતાં ઓછી હોય તેવા વિધાર્થીઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે. આ યોજનામાં તમામ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. જેમાં OBC કે EWS જાતીના વિધાર્થીઓને વાર્ષિક રૂપિયા 8000/- તથા SC કે ST જાતિના વિધાર્થીઓને દર વર્ષે 100 % શિષ્યવૃત્તિ એટ્લે કે જેટલી કોલેજ ફી હોય તેટલી પૂરેપુરી શિષ્યવૃત્તિ મળે છે.
આ યોજનાના ફોર્મ કોલેજ દ્રારા ભરી આપવામાં આવે છે. તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ નીચે આપેલ છે.